હળવદ પંથકમાં રહેતા આઠ વર્ષના બાળક ને લલચાવી ફોસલાવી વિકૃત માનસિકતા ધરાવતા ૨૨ વર્ષીય ઈસમે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યા નો બનાવ સામે આવ્યો હતો જેમાં હળવદ પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
આ બનાવની વિગત મુજબ હળવદ પંથકમાં રહેતા બાળક ને વિકૃત માનસિકતા ધરાવતા આરોપી અક્ષય રમેશ કોળી ચીખલી વાળા (ઉ. વ.૨૨) એ “ચાલ ઘરે તને બુટ અને કપડા આપુ” કહીને લલચાવી ફોસલાવી ને બાઇકમાં બેસાડીને અવાવરૂ જગ્યાએ લઇ ગયો હતો ત્યાર બાદ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.તેમજ આ વાત કોઈને કહીશ તો છરો મારી ને મારી નાખવાની ધમકી પણ આપી હતી.જે બાદ બાળકે સમગ્ર બનાવની વાત પોતાના પરિવારજનો ને કરતા તાત્કાલિક હળવદ હોસ્પિટલે દોડી ગયા હતા બાદમાં મોરબી સરકારી હોસ્પીટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.તેમજ હળવદ પોલીસે પણ બનાવની જાણ થતાની સાથે જ તપાસ શરૂ કરી ગુનો નોંધ્યો હતો.અને આજે હવસખોર આરોપી અક્ષય રમેશભાઈ કોળીની અટકાયત કરી ને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.