મોરબી જીલ્લા એસપી રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ વિભાગીય પોલીસ અધિક્ષક મોરબી ડીવીજન મોરબીના પી.એ. ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પી.આઈ એચ.એ.જાડેજાએ મોરબી શહેરમા બનતા મિલ્કત સંબંધી બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે કામગિરી કરતા દરમીયાન મોરબી સીટી એ-ડીવીજન પોલીસ દ્વારા ચોરીના મોટર સાયકલ સાથે ચોરને પકડી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી. કેમેરા તેમજ હયુમન સોર્સીસથી બાતમીદારો આધારે એ.એસ.આઇ રાજદીપસિંહ રાણાને ખાનગીરાહે બાતમી મળેલ કે ચોરીમા ગયેલ મોટર સાયકલ સાથે પ્રવિણભાઈ વિજયભાઈ મારૂણીયા (રહે ખમીશાણા) નામનો આરોપી મકરાણીવાસ પાસે આવેલ રામઘાટ નજીક મળી આવતા મોટરસાયકલ ના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટકોપ થી સર્ચ કરતા સદરહુ મોટરસાયકલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીનુ હોવાનુ જણાતા આરોપીને અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.