રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા રાજકોટ રેન્જમાં પ્રોહીબીશન તથા જુગારની બદી સદંતર નાબુદ થાય તે સારૂ વધુમાં વધુ સફળ રેઇડો કરવા સુચના કરેલ હોય તથા I/C પોલીસ અધિક્ષક પી.એ. ઝાલા તરફથી મોરબી જીલ્લામાં પ્રોહીબીશન તથા જુગારની બદી સદંતર નાબુદ કરવા સારૂ પરીણામલક્ષી કામગીરી કરવા સુચના થઇ આવેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા વાંકાનેર તાલુકાના હોલમઢ ગામે રહેણાંક મકાનમાં તીનપતીનો જુગાર રમતા ૦૩ ઇસમોને પકડી પાડવામાં આવ્યા હતા. જયારે એક ઈસમ ફરાર થઈ જતા તેને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ પ્રોહીબીશન તથા જુગારની બદી સદંતર નાબુદ કરવા સારૂ પરીણામલક્ષી કામગીરી કરવા પ્રયત્નશીલ હોય દરમ્યાન તેઓને મળેલ હકીકત આધારે વાંકાનેર તાલુકાના હોલમઢ ગામે આરોપી બીજલ ભીખાભાઇ કોળીના રહેણાંક મકાનમાં ગંજીપતાના પાના તથા પૈસા વતિ જુગાર રમતા ઇસમો ઉપર રેઇડ કરી કુલ રોકડ રૂ.૨૨,૭૦૦/- તથા રૂ.૯૦૦૦/-ની કિંમતનાં ૦૩ મોબાઇલ ફોન તથા રૂ.૩૦,૦૦૦/-ની કિંમતની ૦૧ મોટર સાયકલ મળી કુલ રૂ.૬૧,૭૦૦/- ના મુદામાલ સાથે અશોકભાઇ નરશીભાઇ સારદીયા, હરેશભાઇ રાજુભાઇ મકવાણા તથા દીનેશભાઇ ભગવાનજીભાઇ ગાંગાણી નામના ઇસમોને પકડી પાડેલ તથા જુગાર રમાડનાર બીજલ ભીખાભાઇ કોળી (રહે.હોલમઢ) નાશી ગયેલ હોય જેથી તમામ ચારેય ઇસમો સામે જુગારધારા કલમ ૪,૫ મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. તેમજ નાશી જનાર ઇસમને પકડી પાડવા ચક્રો ગતીમાન કરેલ છે.