માળીયા મિંયાણાના લવણપુર નજીક રોડ ઉપર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં પુરઝડપે જતા ટ્રકે અન્ય ટ્રકને ટક્કર મારતાં તેમાં સવાર એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે અન્ય લોકોને ઇજાઓ પહોંચાડી હતી. જે સમગ્ર મામલે માળીયા મી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, માળીયા મિંયાણાના લવણપુર નજીક રોડ ઉપર ગત તા.૦૧/૦૯/૨૦૨૩ ના બપોરના બે વાગ્યાની આસપાસ GJ-18-BT-0961 નંબરના ટ્રકનાં ચાલકે પોતાનું ટ્રક પુરઝડપે અને બેફીકરાયથી ચલાવી ફરીયાદી ઇકબાલભાઇ યુનુશભાઇ બેલીમનાં GJ-36-T-9927 નંબરનાં ટ્રક સાથે ભટકાડી દેતા ટ્રકની કેબીનમા બેઠેલ હનીફભાઇ નુરમામદભાઇ કચ્ચાને ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. તેમજ ટ્રકની કેબીનમા બેઠેલ સાહેદ માનવેન્દ્ર મીશ્રા તથા ક્લીનર કાનાભાઇને હાથમા તથા પગમા ઇજા પહોંચી હતી. તેમજ આરોપીએ પોતાના પગમા ફેક્ચર જેવી ઇજા પહોચાડી બન્ને ટ્રકમા નુકશાન કરતા સમગ્ર મામલે માળીયા મી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.