Thursday, November 26, 2026
HomeGujaratવાંકાનેર: ઝાડા-ઉલ્ટી અને તાવની બીમારી સબબ ઝારખંડની યુવતીનું મોત

વાંકાનેર: ઝાડા-ઉલ્ટી અને તાવની બીમારી સબબ ઝારખંડની યુવતીનું મોત

વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં રહેતી ઝારખંડની યુવતી છેલ્લા પાંચ દિવસથી ઝાડા, ઉલ્ટી અને તાવની બીમારીથી પીડાતી હોય ત્યારે તેનું મોત નિપજતા વાંકાનેર તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલી સેરાવત સિરામિકના લેબર રૂમમાં રહેતી ગીતાબેન ઉદયભાઈ દેવગમ ઉવ.૨૨ મૂળ રહે. કાસીયા પશ્ચિમી સિંહભૂમ ઝારખંડ વાળી છેલ્લા પાંચેક દિવસથી ઝાડા, ઉલ્ટી અને તાવની બીમારીથી પીડાતી હતી. દરમિયાન ગઈકાલ તા.૨૫/૧૧/૨૦૨૬ના રોજ તેમનું મોત નીપજતાં વાંકાનેર તાલુકા પોલીસે અ.મોત નોંધી આગળની તજવીન શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!