મોરબીનાં હરીપર કેરાળા નજીક કેનાલમાંથી બે વ્યક્તિઓના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો.
મળતી માહિતી અનુસાર, મોરબીના હરીપર કેરાળા નજીક કેનાલમાંથી રાહુલસીંગ રણજીતસિંગ રાવત અને રૂપસિંગ નામના બે વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા હતા. જેની જાણ થતા સ્થાનિકોએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા મોરબી તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી હતી. ત્યારે તપાસ કરતા દરમિયાન તેઓને જાણવા મળ્યું હતું કે, બન્ને વ્યક્તિઓ પરપ્રાંતીય શ્રમિકો સાથે કામ કરતા હતા. અને કેનાલમાં નહાવા પડ્યા હોય અને ડૂબી જવાથી મોત થયાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવ્યું છે.