Monday, November 18, 2024
HomeGujaratમોરબીમાં અજાણ્યા માનસીક અસ્થિર યુવકે જાહેરમાં પોતાના ગળે બ્લેડ મારી કર્યો આપઘાતનો...

મોરબીમાં અજાણ્યા માનસીક અસ્થિર યુવકે જાહેરમાં પોતાના ગળે બ્લેડ મારી કર્યો આપઘાતનો પ્રયાસ

મોરબીના સરદાર બાગમાં એક માનસિક અસ્થિર અને રખડતું ભટકતું જીવન જીવતા અજાણ્યા યુવકે પોતાની જાતે જ પોતાનું ગળું કાપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે સ્થાનિકોએ સુઝબુઝ દાખવી અજાણ્યા વ્યક્તિને ૧૦૮ મારફતે હોસ્પિટલ સારવારમાં ખસેડ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીમાં એક અજાણ્યા વ્યકિતએ સરદાર બાગમાં પોતાની જાતે જ પોતાનું ગળું કાપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેમજ યુવક પોતાની જાતે ગળું કાપીને બગીચાની બાર રોડ પર આવી ગયો હતો. લોકોથી ભરચક વિસ્તારમાં બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે જાહેરમાં ઘટના બનતા લોકોના ટોળા એકઠા થયા હતા. તેમજ અજાણ્યા વ્યક્તિને ૧૦૮ મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે, યુવક માનસિક અસ્થિર હોય અને રખડતું ભટકતું જીવન જીવી રહ્યો છે.તેમજ આ યુવક માનસિક અસ્થિર હોવાથી પોતાનું નામ પણ બોલી રહ્યો નથી ત્યારે પોલીસે બનાવની નોંધ કરી ને યુવકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!