મોરબી અને માળિયા તાલુકાના ચાર ગામોના સરપંચ દ્વારા ધોડાધ્રોઈ ડેમમાંથી નદીમાં પાણી છોડવાની માંગ સાથે સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરને લેખિત રજૂઆત કરવામાં આવી છે
મોરબીના જેતપર, રાપર ગ્રામ પંચાયત તેમજ માળિયા તાલુકાના સુલતાનપુર અને માણા બા ગ્રામ પંચાયતના સરપંચોએ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરી જણાવ્યું છે કે ડેમમાંથી નદીમાં નીચેના ગામોમાં સિંચાઈ યોજનાના ચેકડેમ આવેલ છે અને રવિ સીઝનમાં ખેડૂતોએ વાવેતર કરેલ છે હાલ નદીમાં ચોમાસાના ભરેલ પાણી ખૂટી ગયેલ છે જો ધોડાધ્રોઈ ડેમમાંથી નદીમાં પાણી છોડીને નીચેના ગામના ચેકડેમ ભરવામાં આવે તો ખેડૂતોનો રવિપાક બચી જાય તેમ છે જેથી ડેમમાંથી પાણી છોડવા લેખિત માંગ કરી રજુઆત કરવામાં આવી છે