મોરબીના પાનેલી નજીકથી બોલેરો પીકઅપ કારમાંથી પોલીસે ૩૪૮ બોટલ ઈંગ્લીશ દારૂનો જથ્થો અને કાર સહીત રૂ ૪.૧૮ લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો
મોરબી જીલ્લા પોલીસવડા એસ આર ઓડેદરાની સુચના અને ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસની ટીમે બાતમીને આધારે પાનેલી ગામની સીમમાં ધમાણીયા જવાના રસ્તે દરોડો કર્યો હતો જેમાં પાનેલી ગામની સીમમાં બોલેરો પીકઅપ કાર શંકાસ્પદ હાલતમાં મળી આવતા ચેક કરતા અલગ અલગ બ્રાંડની વિદેશી દારૂની બોટલ નંગ 48 કીમત રૂ ૧,૧૮,૨૦૦ અને બોલેરો કાર કીમત રૂ ૩ લાખ સહીત કુલ રૂ ૪,૧૮,૨૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે જયારે કારચાલક હાજર નહિ મળતા તેની સામે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે જે કામગીરીમાં તાલુકા પીએસઆઈ એ એ જાડેજાની સુચનાથી પીએસઆઈ એ એ જાડેજા, પીએસઆઈ વી ડાંગર, નગીનદાસ નિમાવત, દિનેશભાઈ બાવળિયા, જુવાનસિંહ ઝાલા, હિતેશભાઈ મકવાણા, દિવ્યરાજસિંહ જાડેજા, ફતેસંગ પરમાર, હિતેશ ચાવડા, યોગીરાજસિંહ જાડેજા,અરવિંદભાઈ બેરાણી સહિતની ટીમ જોડાયેલ હતી.