ટંકારા તાલુકાના મિતાણા નજીક આવેલ વિશાળ ડેમી -૧ ડેમમાંથી અમુક ઈસમો દ્વારા મોટર લગાવી પાણી ખેંચી લઈ પાણીનો દુરુપયોગ કરવામાં આવતા સરાયા ગ્રામ પંચાયત અને નેસડા (સુ) , કલ્યાણપર, હિરાપર, નાના ખીજડીયા, મોટા ખિજડીયા લખધીરગઢ, જબલપુર એમ કુલ આઠ ગ્રામ પંચાયતોએ રજુઆત કરી છે ડેમી-૧ ડેમનાં કાર્યપાલ ઈજનેરને પત્ર લખી પાણીનો બગાડ થતો અટકાવવા અને ગેર કાયદેસર કનેક્શનો કાપવા રજૂઆત કરી છે.
ટંકારા તાલુકાના સરાયા, નેસડા (સુ) ,કલ્યાણપર, હિરાપર, નાના ખીજડીયા, મોટા ખિજડીયા લખધીરગઢ, જબલપુર સહિત કુલ આઠ ગ્રામપંચાયત દ્વારા ડેમી-૧ ડેમનાં કાર્યપાલ ઈજનેરને લખવામાં આવેલ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, ડેમી-૧ મીતાણામાં સૌની યોજનાનું પાણી આપવામાં આવે છે. જે પાણી ખેડૂત ખાતેદારોને ઉભો પાક બચાવવા માટે જ આપવામાં આવે તો તે સદઉપયોગ થાય તેમ છે. પણ આ પાણીનો બાજુમાં આવેલ મીતણીયા ડેમમાં ૪૦ જેટલી મોટરો દ્વારા પાણી ઉપાડી આ મીતણીયા ડેમમાં નાખવામાં આવે છે. જેથી આ પાણીથી ખેતરનાં ઉભા પાકને નુકશાન થાય તેમ છે. જો આ પાણીનો બગાડ અટકાવવામાં નહિ આવે તો ખુબ જ મોટા પ્રમાણમાં પાક નિષ્ફળ જાય તેવી શક્યતા છે. ખાસ આ પાણીનો બગાડ અટકાવવા ડેમી-૧ માં આવેલ મોટરોનો ગેરકાયદેસર પાવર કનેક્શન કાપી આ પાણીનો બગાડ અટકાવવા તેમજ કેનાલમાં આવેલ ગેરકાયદેસર પાઈપ લાઈન દૂર કરવામાં આવે તેવી આઠ ગામો દ્વારા કાર્યપાલક ઈજનેરને લખવામાં આવેલ પત્રમાં વિનંતી કરવામાં આવી છે.