ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૧૦ વર્ષની બાળાનું અપહરણ થયું હતું. જે બાળકીનું અપહરણ કરનાર આરોપીને સુરત ખાતેથી વાંકાનેર પોલીસ દ્વારા પકડી પાડવામાં આવી હતી. અને આરોપી વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ફરિયાદીની 10 વર્ષની સગીર વયની દીકરીને સુરત શહેરના અમરોલી ખાતે રહેતી આરોપી સોનુબેન ધરમસિંહ સોલંકી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ જતા તેના વિરૂદ્ધ ગત તા.૦૫/૧૦/૨૦૨૩ ના રોજ ગુન્હો દાખલ કરાયો હતો. જેને લઇને આરોપી તથા ભોગ બનનારની શોધખોળ હાથ ધરતા વાંકાનેર સર્કલ ટીમ અને ટંકારા પોલીસ દ્વારા સંયુક્ત ટીમે ટેકનિકલ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ હાથ ધરી આરોપીને ગત તા.૧૧/૧૦/૨૦૨૩ ના રોજ સુરત ખાતેથી પકડી ભોગ બનનાર બાળકીને છોડાવી તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.