મોરબીના એક યુવકના ઘર પાસે જઇ ઈસમે કોઇ કારણ વગર રૂપિયા માંગતા યુવકે રૂપિયા આપવાની ના પાડતા ઈસમે એકદમ ઉશ્કેરાઇ જઇ ગમે તેમ ગાળો આપી તેના પેન્ટના નેફામાથી છરી કાઢી હુમલો કરવા પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ ધકો મારી ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા તેના વિરૂદ્ધ ગુન્હો દાખલ કરાયો હતો.
મળતી માહિતી અનુસાર, મોરબી નહેરૂ ગેઇટ ચોક પખાલી શેરી ખાતે રહેતા અને કંદોઈ તરીકે કામ કરતા ૪૫ વર્ષીય રમેશભાઇ પ્રેમજીભાઇ ચાવડા ફરિયાદીના ઘરે પાસે જઇ કોઇ કારણ વગર ફરિયાદી પાસે રૂપિયા માંગતા ફરિયાદીએ રૂપિયા આપવાનીના પાડતા આરોપી કિશન પટેલ એક દમ ઉશ્કેરાઇ જઇ ગમે તેમ ગાળો આપી તેના પેન્ટના નેફા માથી છરી કાઢી ફરિયાદીની દિકરીને મારવા જતા એ છરી પકડી રાખતા ફરિયાદીના માતા પિતા તથા કાકાના દિકરા ભાઇને છોડાવવા વચ્ચે પડતા તેઓને ધકો મારી ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.