કહેવાય છે કે, સૌથી મોટું દાન રક્તદાન છે, રક્તદાન કરવાથી કોઈક એક વ્યક્તિને નવજીવન મળે છે. હાલ જિલ્લામાં રક્તની કમી સર્જાઈ છે, ત્યારે સમસ્ત મોરબી જીલ્લા પાટીદાર સમાજ દ્વારા પ્રેરણામૂર્તિ સ્વ.ઓ.આર. પટેલની ૧૧ મી પૂણ્યતિથિ નિમિતે “મેગા બ્લડ ડોનેશન કેમ્પ” નું આગામી તા. ૧૮-૧૦-૨૦૨૩ને બુધવારે સવારે ૮:૦૦ થી ૫:૦૦ કલાકે પટેલ સમાજવાડી, શકત શનાળા, મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ભાવનાબેન કે. કાસુન્દ્રા અમદાવાદ આ કાર્યક્રમના સહયોગી છે.