હળવદના રણજીતગઢ ગામની સીમમા વાડી વિસ્તારમાં ધારમાં ખેત મંજૂરી કરતી 20 વર્ષીય મહિલાના પતિ માટે બનાવેલ ચા તેના પતિએ ઢોળી નાખતા મનમા લાગી આવતા પોતાની જાતે ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન મૃત્યુ થયાનો બનાવ સામે આવ્યો છે.
હળવદના રણજીતગઢ ગામની સીમમા વાડી વિસ્તારમાં ધારમાં ખેત મંજૂરી કરતા અને મૂળ છોટાઉદેપુરના ક્વાટ તાલુકામાં રહેતી અને ત્રણ વર્ષ પહેલાં લગ્ન કરેલ લાલિબેન ગણેશભાઇ ભીલ ઉ.વ.20 વાળીએ પોતાના પતિ માટે બનાવેલ ચા તેના પતિએ ઢોળી નાખતા મનમા લાગી આવતા પોતે પોતાની જાતે ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન મૃત્યુ થયાનો બનાવ બનતા તેના પતિ ગણેશભાઇ ધર્માભાઇ ભીલે મૃત્યુ થયાનું જાહેર કર્યું હતું. જેને લઇને હળવદ પોલીસે એન્ટ્રી કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.