મોરબી પરશુરામ યુવા ગ્રુપ વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિની બજરંગ દળ ના સંયુક્ત ઉપક્રમે ગાયત્રી મંદિર ખાતે સત્ય પર અસત્ય પર ની જીત ના હું કાર સાથે સમાજમાં વધી રહેલા ગર પ્રવૃત્તિઓ સામે બંડ પોકારી શસ્ત્ર સાથે શાસ્ત્રોનું પણ પૂજન કરવામાં આવ્યું હતું.
મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા વિજયા દશમીના પવિત્ર દિવસે વાંકપરામાં આવેલા ગાયત્રી મંદિર ખાતે શસ્ત્ર અને શાસ્ત્ર પૂજન નો ભવ્યથી ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં પરશુરામ યુવા ગ્રુપના સભ્યો અને બ્રાહ્મણ બંધુ હાજર રહ્યા હતા આ સાથે વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિની બજરંગ દળ સહિતના કાર્યકરો પણ હાજર રહ્યા હતા અને શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્ર અને શાસ્ત્રોનું પંડિત આચાર્ય મહામુનિમ રોહિતભાઈ પંડ્યાના હસ્તે શસ્ત્ર પૂજન ની વિધિવત પૂજા અર્ચના કરી હતી આ તકે વિશ્વ હિન્દુ પરિષદ અને દુર્ગાવાહિની ના ક્ષેત્રીય પ્રમુખશ્રી તેમજ વી ટી એસ એસ ના રાષ્ટ્રીય મહામંત્રી ડો. યજ્ઞાબેન દવે પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં તેઓએ જણાવ્યું હતું કે હાલના સમયમાં શસ્ત્ર સાથે શાસ્ત્ર ખૂબ જ જરૂરી છે એટલું જ નહીં આ શસ્ત્રની ધાર કાઢવાની સાથે સાથે જરૂર પડે તેનો ઉપયોગ પણ કરવો અનિવાર્ય છે આતકે ડો. યજ્ઞાબેન દવે દ્વારા બ્રહ્મ સમાજ એક જ નહીં તમામ સમાજ ને સાથે રાખી એકતાનું શસ્ત્ર ઉગામમાં પણ આહવન કર્યું હતું. આ તકે મોરબી પરશુરામ યુવા ગૃપ ના પ્રમુખ અતુલભાઈ જોશી,મહામંત્રી નયનભાઈ પંડ્યા,ઉપપ્રમુખ મહિધરભાઈ દવે,ઉપપ્રમુખ કમલભાઈ દવે ઉપપ્રમુખ ઋષિભાઈ મહેતા, ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ ના પ્રમુખ નરેન્દ્રભાઇ મહેતા, બ્રહ્મ અગ્રણી મુકુન્દરાય જોશી, સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ પ્રમુખ અને પરશુરામ ધામ ટ્રસ્ટ પ્રમુખ ભૂપતભાઇ પંડ્યા,મોરબી સમસ્ત જિલ્લા બ્રહ્મ સમાજ ના મહામંત્રી ચિંતનભાઈ પંડ્યા,મહામંત્રી નીરજભાઈ ભટ્ટ,મંત્રી વિજયભાઈ રાવલ,પરશુરામ યુવા ગ્રુપના હર્ષ વ્યાસ,યગેંશ રાવલ, ગાયત્રી ટ્રસ્ટ ના જગદીશ ભાઈ ઓઝા,મહિલા પાંખ ના પ્રમુખ ચેતનાબેન જોશી હાજર રહ્યાં હતાં તેમજ વિશ્વ હિન્દુ પરિષદના મોરબી જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ સવસાણી,બજરંગ દળના વિભાગ સંયોજક કમલભાઈ દવે,બજરંગ દળ મોરબી જિલ્લા સંયોજક નિલેશભાઈ જાકાસનિયા,દુર્ગા વાહિની મોરબી જિલ્લા સંયોજીકા આરતીબેન પટેલ,મોરબી શહેર અધ્યક્ષ પરેશભાઈ તન્ના,મોરબી શહેર મંત્રી આશિષ સિંહ જાડેજા, બજરંગ દળ શહેર સંયોજક રૂપેશભાઈ રણપરા, સામાજીક સમરસતા સૌરાષ્ટ્ર પ્રાંત પ્રમુખ રમેશભાઇ પંડ્યા ,મોરબી જિલ્લા સામાજીક સમરસતા પ્રમુખ હસુભાઈ પંડ્યા સહિતના હાજર રહ્યા હતા આ પૂજાની તમામ વિધિ આચાર્ય રોહિતભાઈ પંડ્યા હાજર રહ્યા હતા.