મોરબીમાં અસામાજિક તત્વોના આતંકની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં કારમાં જતા બે યુવકોને રોકી મોટરસાઈકલ પર આવેલ બે ઈસમોએ ગાડીમાં બોનેટ ઉપર બોકસ પછાડી છરી યુવકના ગળા પાસે રાખી જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવકે હાથ આડો રાખતા ઈસમે તેના હાથ પર હુમલો કર્યો હતો. જે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં ઉમા ટાઉનશીપ, ક્રાંતિ જયોત-બી, બ્લોક નં.-૩૦૪, મહેન્દ્રનગર ખાતે રહેતા મૂળ હળવદના કલ્પેશભાઇ મનસુખભાઇ વાઘ્રોડીયા તથા સાહેદ ધવલભાઇ એમ બંને જણા GJ36R-1426 નંબરની આઇ-૨૦ ગાડીમાં મોરબી આવતા હોય ત્યારે તળાવીયા શનાળા- ઉંચીમાંડલ રસ્તા ઉપર એકોર્ડ સીરામીક પાસે પહોંચતા, સામેથી રોંગ સાઇડમાં હોન્ડા સાઇન, GJ36D-5683 નંબરની મોટર સાયકલમાં બે માણસો આવતા, જેમા પાછળ બેઠેલ માણસે ફરીયાદી પાસે આવી, ફરીયાદીની ગાડીમાં બોનેટ ઉપર બોકસ પછાડી, આરોપીએ છરી ફરીયાદીના ગળા પાસે રાખી, ભુંડી ગાળો બોલી, જાનથી પતાવી દેવાની ધમકી આપતા, ફરીયાદીએ હાથ આડો રાખતા, ફરીયાદીની જમણા હાથની ત્રીજી આંગળીમાં સામાન્ય ઇજા કરતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.