મોરબી સબ જેલ ખાતે ગાંધી જયંતિથી શરૂ થયેલ નવ ચેતના યોગ શિબિરનું સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિએ સમાપન થયું છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા જેલ સુધારાત્મક વહિવટની કચેરી (ગુજરાત રાજ્ય) ના સહયોગથી નવ ચેતના યોગ શિબિરનું આયોજન કરાયું હતું.
મળતી માહિતી અનુસાર, આજ રોજ મોરબી સબ જેલ મોરબી ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા જેલ સુધારાત્મક વહિવટની કચેરી (ગુજરાત રાજ્ય) ના સહયોગ થી નવ ચેતના યોગ શિબિર અંતર્ગત મોરબી સબ જેલમાં તા. ૦૨/૧૦/૨૩(ગાંધી જયંતિ) થી ૩૧/૧૦/૨૩ (સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ) સુધી સબ જેલના સ્ટાફ તેમજ બંદીવાન ભાઈઓ અને બેહનોને યોગ તાલીમ તેમજ યોગ દ્વારા જીવનમાં ફાયદાની સમજ આપવામાં આવી હતી. જેમાં યોગ ટીચર જીજ્ઞેશભાઈ પંડિત, દિલીપભાઈ કંજારિયા, માધવીબેન વડાવીયા, શ્રુતિબેન વડાવીયા, યોગ કોચ શ્રી રૂપલબેન શાહ, અંજનાબેન કાસુંદ્રા , પાયલબેન લોરિયા તેમજ કોર્ડિનેટર શ્રી વાલજીભાઈ ડાભીએ સહયોગ આપ્યો હતો. એક માસના યોગ તાલીમ પ્રોગ્રામને સફળ બનાવવા જેલ અધિક્ષક ડી.એમ.ગોહેલ તથા જેલર પી.એમ.ચાવડા અને જેલ સ્ટાફનો પૂરો સહકાર રહ્યો હતો. અને જેલ સ્ટાફ તેમજ બંદીવાન ભાઈઓ, બહેનોએ ઉત્સાહ સાથે ભાગ લીધેલ હતો.