મોરબી તાલુકાના બેલા(રંગપર) ગામે આધેડ મહિલાએ ભેંસ બાંધવાની પડતર જગ્યામાં વસ્તુ મુકવાની ના પાડતા ઈસમે શેરીમાં જેમફાવે તેમ ગાળો આપી મહિલાના ઘરમાં પ્રવેશ કરી ઢીંકાપાટુનો મુંઢ માર મારી ડાબો હાથ મરડી ડાબા હાથના કાંડાના ભાગે ફ્રેકચર જેવી ઇજા પહોંચાડતા ઈસમ વિરૂદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે..
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના બેલા(રંગપર) ગામે કુવાની સામે વાળી શેરીમાં રહેતા અને મજૂરી કામ કરતા 64 વર્ષીય રતીબેન કાનાભાઇ ટમારીયાએ આરોપી વસીમ ઓસમાણભાઇ નારેજાને તેની ભેંસ બાંધવાની પડતર જગ્યામાં વસ્તુ મુકવાની ના પાડતા આરોપીએ શેરીમાં રતીબેનને જેમફાવે તેમ ગાળો આપતા ફરીયાદી ઘરમાં જતા રહેતા આરોપીએ ફરીયાદીના ઘરમાં પ્રવેશ કરી ઢીંકાપાટુનો મુંઢ માર મારી ડાબો હાથ મરડી ડાબા હાથના કાંડાના ભાગે ફ્રેકચર જેવી ઇજા કરી તેમજ ફરિયાદીને છોડવવા આવેલ સાહેદ ફરિયાદી રતીબેનના બહેન બબુને ઝાપટ મારી મુંઢ ઇજા પહોંચાડતા ઈસમ વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.