Monday, May 20, 2024
HomeGujaratહિટ એન્ડ રન : મોરબીમાં પુરપાટ ઝડપે જતા ટ્રકે રાહદારીને હડફેટે લેતા...

હિટ એન્ડ રન : મોરબીમાં પુરપાટ ઝડપે જતા ટ્રકે રાહદારીને હડફેટે લેતા મોત

મોરબીમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટનામાં નિર્દોષનું મોત નીપજ્યું છે. જેમાં મોરબી તાલુકાના ટિબડી ગામના પાટિયા આગળ અશ્વમેઘ હોટેલ સામે હાઈવે રોડ પર પુરપાટ ઝડપે જતા ટ્રકે રાહદારીને હડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તેમજ આરોપી વાહન મૂકી ફરાર ઠાર સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, રાજસ્થાનમાં રહેતા વિક્રમભાઈ જગદીશભાઈ મીનાના કાકા મુકેશભાઈ રામદેવા મીના ગત તા.૦૧/૧૧/૨૦૨૩ ના રોજ મોરબી તાલુકાના ટિબડી ગામના પાટિયા આગળ અશ્વમેઘ હોટેલ સામે હાઈવે રોડ પર થી પગપાળા પસાર થઇ રહ્યા હોય ત્યારે GJ-12-BZ-3074 નંબરનાં અશોક લેલેન્ડ ટ્રક કન્ટેનરના ચાલકે પોતાનું વાહન પુર ઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તેમ બેફીકરાયથી બેદરકારીથી ચલાવી નીકળી ચાલીને રોડ ક્રોસ કરતામુકેશભાઈ રામદેવા મીનાને હડફેટે લઇ શરીરે ના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાવી પોતાનું વાહન બનાવ સ્થળે મૂકી ભાગી જતા સમગ્ર મામલે વિક્રમભાઈ જગદીશભાઈ મીનાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!