બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાનાં નાની વાવડી ગામે રહેતા પૂનમબેન મેહુલભાઈ રૂપાલા (ઉ.વ.૩૫) એ આજે તા.૧૪ના રોજ સવારે પોતાના ઘરે કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈ લેતા તેનું મોત નિપજ્યું છે. મૃતક પૂનમબેનના લગ્નને ૮ વર્ષ જેટલો સમયગાળો થયો છે. તેમને સંતાનમાં ૪ વર્ષની દીકરી અને ૧ વર્ષનો દીકરો હોવાનું જાણવા મળ્યું છે. હાલ મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આ કેસની વધુ તપાસ હાથ ધરી છે.