મોરબીના શનાળા ગામે નવ જેટલા અસામાજિક તત્વોએ એક વૃધ્ધે તેના ઘરમાં સીસીટીવી લગાવતા તેમજ તેની સાથે જૂની અદાવત હોય તેના ખારમાં હુમલો કર્યો હતો. અને વૃધ્ધનાં ઘરમાં તથા વાહનમાં તોડફોડ કરી વૃધ્ધ તથા તેના પરિવારજનોને ઢોર માર માર્યો હતો. જેમાં એક યુવકનું મોટ નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.
મળતી માહિતી અનુસાર, મોરબીના શકત શનાળા ગામે આવેલ ઇન્દીરા આવાસ નવા પ્લોટ ઇસ્કોન એપાર્ટમેન્ટ પાછળ રહેતા બાબુભાઇ આંબાભાઇ સોલંકીએ પોતાના ઘરે સીસીટીવી કેમેરા લગાડેલ હોય તેમજ તેઓને મહીપત ઉર્ફે ભુરો રવજીભાઇ વાઘેલા સાથે ઝગડો થયેલ હોય જે બાબતનો ખાર રાખી મહીપત ઉર્ફે ભુરો રવજીભાઇ વાઘેલા, પ્રેમજીભાઇ છગનભાઇ વાઘેલા, અશ્વીન રવજીભાઇ વાઘેલા, પંકજ પ્રેમજીભાઇ વાઘેલા, નિતીન ઉર્ફે લાલો ધનજીભાઇ સોલંકી, મનોજ ધનજીભાઇ સોલંકી, પ્રેમજીભાઇ છગનભાઇ વાઘેલા, ગોવીંદ મનસુખભાઇ વાઘેલા, મયુર કાંતીભાઇ વાઘેલા તથા માનવ બચુભાઇ સોલંકી (રહે. બધા ઇન્દીરાવાસ શકત શનાળા ગામ તા.જી. મોરબી)એ પોતાના કબ્જા ભોગવટાવાળી ઇકો કારમાં આવી વૃધ્ધ તથા તેના પરિવાર પાર જાનલેવા હુમલો કર્યો હતો. તથા ઘરમાં તોડફોડ કરી હતી. આ હુમલામાં દેવુબેન સોલંકી, નીતિન સોલંકી અને રાહુલ સોલંકી ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી રાહુલ સોલંકીનુ રાજકોટમાં સારવાર દરમિયાન મોત થતા સમગ્ર બનાવ હત્યામાં પલટાયો હતો. ત્યારે અગાઉ મારા મારી ની ફરિયાદ નોંધાયા બાદ મોરબી સીટી એ ડિવીઝન પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.તેમજ આ ગુનામાં પોલીસે હત્યાની કલમ ઉમેરવા તજવીજ હાથ ધરી છે.