મોરબીમાં નજીવી બાબતે મહિલાને માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં વીસીપરા અમરેલી રોડ પાર આવેલ અંબાજી ટાઉનશીપ પાસે એક મહિલાએ તેના પાડોશીને પોતાના ઘરની બહાર પાણી ઢોળવાની ના પાડતા બે મહિલાઓએ ઉશ્કેરાઈ જઈ તેમના પર હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીનાં અમરેલી રોડ અંબાજી ટાઉનશીપ સી- ૪ માં રહેતા વર્ષાબેન દલપતભાઈ મકવાણા નામના પરણિતા તથા આરોપી વીલાસબેન પાર્થભાઈ સોની અને આરોપી મુન્નીબેન બાબુભાઈ રાજપૂત એકબીજાના પાડોશી હોય ત્યારે ગઈકાલે સવારના સમયે આરોપીઓએ પોતાના ઘરની બહાર શેરીમાં આર.સી.સી. રોડ ઉપર પાણી ઢોળતા તેમ કરવાનુ ફરીયાદીએ ના પાડતા આરોપીઓએ ફરીયાદીને ગાળો બોલી વિલાસબેન પાર્થભાઈ સોનીએ પથ્થરનો છુટો ઘા કરી ફરીયાદીને ડાબા હાથે કલાઇથી ઉપર ના ભાગે માર મારી ઇજા કરી ફરીયાદી વર્ષાબેન અનુસુચિત જાતીના હોવાનુ જાણતા હોવા છતા જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી હડધુત કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો છે.