મોરબીમાં મારામારીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં પેવર બ્લોકના કોન્ટ્રાક્ટ રાખવા બાબતે થયેલ ઝગડાનો ખાર રાખી બે ઈસમોએ યુવકને ગાળો બોલી છરી તથા લાકડી વડે બેફામ માર મારી માથામાં ગંભીર ઈજાઓ પહોંચાડતા યુવકને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. તેમજ સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાવવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના ઇન્દીરા નગર નજીક માળીયા ફાટક પાસે રહેતા ભરતભાઇ ચકુભાઇ જીતીયા સાથે દિપક પારધીએ ટેલીફોનીક વાતચીત કરી પેવર બ્લોકના કોન્ટ્રાક્ટ રાખવા બાબતે ભેગા થતા સામાન્ય બોલાચાલી ઝઘડો થયેલ તેનો ખાર રાખી દિપક પારધીએ અજાણ્યા ત્રણ ઇસમોને બોલાવી છરી તથા લાકડી જેવા હથીયાર સાથે રાખી યુવક સાથે ઝઘડો કરી બેફામ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ઈસમોએ લાકડી વતી ફરિયાદીને શરીરે મુંઢ માર મારી દિપક પારધીએ ફરિયાદીને માથાના ભાગે લાકડી મારી દેતા લોહી નીકળતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. તેમજ સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.