સાંસદ મોહનભાઈ કુંડારિયા અને અરજદાર હસમુખભાઈ ગઢવી એ ફ્લાય ઓવર બ્રિજ બનાવવા મુખ્યમંત્રીને પત્ર લખી કરી હતી રજુઆત
સૌરાષ્ટ્રનું પેરિસ એવું મોરબીના શનાળા રોડ પર સતત ટ્રાફિકને કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે મોરબીના શનાળા રોડ ખાતે આવેલ ઉમિયા સર્કલ ખાતે ફ્લાય ઓવર બ્રિજ બનાવવા માટેની માંગ સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયા અને અરજદાર હસમુખ ભાઈ ગઢવીએ મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરી હતી.
મોરબીના શનાળા રોડ ખાતે આવેલ ઉમિયા સર્કલ ખાતે ફ્લાય ઓવર બ્રિજ બનાવવાની માંગ કરાતા સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જે મંજૂરી મુજબ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ૦૬/૦૩/૨૦૨૩ ના હુકમ થી મોરબી નગરપાલિકા ના અંદાજિત ૫૦ કરોડના ખર્ચે ઉમિયા સર્કલ શનાળા રોડ ખાતે ફ્લાય ઓવર બ્રિજ ની સૈદ્ધાંતિક મંજૂરી કરી ૧૦ ટકા લેખે ૫ કરોડની ચુકવણી પ્રાદેશિક કમીશ્નર નગર પાલિકા રાજકોટ ઝોનને કરવામાં આવી છે. મોરબીના ઉમિયા સર્કલ ખાતે ફ્લાય ઓવર બ્રિજ ને મંજૂરી મળતાં ટ્રાફિક સમસ્યા શનાળા રોડ ખાતે ભૂતકાળ બની જશે.