મોરબીમાં સસ્તામા આઇ.ફોન અપાવી દેવાનું કહી પરિવાર સાથે સંબંધ કેળવનાર ભેજાબાજે પરિવાર પાસે એનકેન પ્રકારે લાખો રૂપિયા પડાવી લઈ છેતરપિંડી કરી ફરાર થઇ જતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, માળીયા(મી)નાં લક્ષ્મીવાસ ગામ ખાતે રહેતા મનસુખભાઇ છગનભાઇ કાવરની દિકરી અંકિતા રાજકોટથી સરકારી બસમા બેસી મોરબી આવતી હતી. ત્યારે હર્ષ દિનેશભાઇ દવે (રહે. રાજકોટ, બેડીનાકા પાસે સોની બજાર કરશનજી મુલચનજીવાળી શેરી) નામનો યુવક તેના પરિચયમા આવેલ હોય, હર્ષ દિનેશભાઇ દવેની નિયતમા ખોટ હોય જેથી તેણે અંકિતા સાથે મીઠીમીઠી વાતો કરી અંકિતા તથા મનસુખભાઇ તથા મનસુખભાઇના દિકરા આશિષભાઇનો વિશ્વાસ કેળવી સસ્તામા આઇ.ફોન અપાવી દેવાના બહાને, આશિષભાઇને એપલ કંપનીમા નોકરી અપાવી દેવાના બહાને, મનસુખભાઇને મોરબી ધુનડા રોડ પર ફલોરા-૧૧ મા સસ્તામા ફલેટ અપાવી દેવાના બહાને, ફલેટની રૂ. ૬૩,૦૦,૦૦૦/- છે પણ તમારા તરફથી રૂ. ૪૮,૦૦,૦૦૦/- ટ્રાન્સફર થયેલ છે તેનો આર.બી.આઇ ખુલાશો પુછે છે તેની પતાવટ કરવી પડશે તેવુ બહાનુ કરી, તેમજ પરિવાર સાથે છેતરપીંડી કરવાના આશયથી ઇન્કમ ટેક્ષ ડીપાર્ટમેન્ટનુ ચીહ્ન કોમ્પ્યુટર પર એડીટીંગ કરી બનાવી ઇન્કમટેક્ષ વિભાગના સીક્કા વાળી ખોટી નોટીસ બનાવી, ખોટો દસ્તાવેજ બનાવી મનસુખભાઇને વોટસએપ મારફતે મોકલી તે નોટીસ ફાઇલે કરાવવી પડશે તેનો વહિવટ કરવો પડશે તેવુ બહાનુ કરી તેમજ હર્ષે આર.બી.આઇ.ના સાહેબે મને પકડી લીધેલ છે તેની પતાવટના રૂપીયા આપવા પડશે તેવુ બહાનું કરી તેમજ ક્રેટા કારના ગુગલ પરથી ફોટાઓ ડાઉનલોડ કરી તે ફોટા મનસુખભાઇને વોટસએપથી મોકલી આ કાર સસ્તામા અપાવી દેવાની લાલચ આપી તેમજ આરોપીએ પોતાની માતા બીમાર છે. એવા જુદાજુદા બહાના કરી, મનસુખભાઇના દિકરા આશિષભાઇને ગુગલ કંપનીમા નોકરી અપાવી દેવાની તથા સસ્તામા ફલેટ અપાવી દેવાની લાલચ આપી મનસુખભાઇ પાસેથી કુલ રૂ. ૭૮,૬૧,૦૦૦/- મેળવી લઇ વિશ્વાસઘાત-છેતરપીંડી કરતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.