મોરબીમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં પુરપાટ ઝડપે જતી અજાણી મોટરસાઈકલના ચાલકે અન્ય મોટરસાઈકલને હડફેટે લેતા એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેનું મોત નીપજ્યું હતું. જયારે આરોપી પોતાનું મોટરસાઈકલ લઈ ફરાર થઈ જતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો છે.
મળતી માહિતી અનુસાર, મોરબીનાં લાલપર ગામ રાધે હોટલ પાછળ વિશાલ દિપ સોસાયટી ખાતે રહેતા રમણીકભાઇ નાગજીભાઇ અંદોદરીયાનો ભત્રીજો ગત તા-૦૯/૧૨/૨૦૨૩ ના સાંજના સમયે પોતાનું જી-જે-૩૬-સી-૧૫૯૨ નંબરનું એકટીવા મોટરસાઈકલ લઈ લાલપર ગામથી આગળ વાકાનેર મોરબી નેશનલ હાઈવે રોડના સર્વિસ રોડ ઉપર જઈ રહ્યો હતો. ત્યારે અજાણ્યા મોટરસાઈકલ ચાલક આરોપીએ પોતાના હવાલાવાળુ મોટરસાઈકલ લાલપર ગામથી આગળ વાકાનેર મોરબી નેશનલ હાઇવે રોડ સોનેક્ષ સીરામીકના કારખાનાની સામે આવેલ સર્વિસ રોડ ઉપર પુરઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી આવી યુવકની એકટીવાસાથે એકસીડન્ટ કરી યુવકને માથાના ભાગે ગંભીર ઇજા પહોચાડી સ્થળ ઉપર મોત નીપજાવી એકસીડન્ટ થયા અંગે નજીકના પોલીસ સ્ટેશનમા જાણ નહી કરી પોતાના હવાલા વાળુ મોટરસાઈકલ લઇ સ્થળ ઉપરથી નાશી જતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.