Saturday, November 28, 2026
HomeGujaratટંકારા તાલુકાના ૨૦ ગામો-પરાંના ૪૧ હજારથી વધુ લોકોને શુદ્ધ પીવાનું પાણી

ટંકારા તાલુકાના ૨૦ ગામો-પરાંના ૪૧ હજારથી વધુ લોકોને શુદ્ધ પીવાનું પાણી

રૂ.૩.૫૩ કરોડના ખર્ચે વિરપર હેડવર્ક્સ ખાતે ૬ એમએલડી ક્ષમતાનો નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર થયો.

- Advertisement -
- Advertisement -

ગ્રામીણ વિસ્તારોમાં જળ સુરક્ષા અને આરોગ્ય સુખાકારીને મળ્યું નવું બળ

મોરબી: નાગરિકોને પાયાની અને અત્યંત આવશ્યક એવી પીવાના શુદ્ધ પાણીની સુવિધા નિયમિતપણે મળી રહે તે માટે સરકાર અને મોરબી વહીવટી તંત્ર દ્વારા સતત લોકહિતલક્ષી આયોજન કરવામાં આવી રહ્યું છે. આ જ દિશામાં મોરબી જીલ્લાના ટંકારા વિસ્તારના ગ્રામીણ નાગરિકોની જળ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અમલમાં મૂકવામાં આવેલી “નવીન વિરપર હેડવર્ક્સ” યોજના જનહિતમાં એક મહત્વપૂર્ણ પ્રકલ્પ બનવા પામેલ છે.

જીલ્લા પાણી પુરવઠા અધિકારી એમ.એસ. દામાએ આ બાબતે જણાવ્યું હતું કે, આ યોજના અંતર્ગત સુઆયોજિત અમલીકરણ સાથે કુલ રૂ.૩,૫૩,૪૭,૦૦૦/- ના ખર્ચે સાકાર થયેલા “નવીન વિરપર હેડવર્કસ” ખાતે ૬.૦૦ MLD ક્ષમતાનો અદ્યતન વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ૧૮ લાખ લીટર ક્ષમતાનો સંપ, ૮ લાખ લીટર ક્ષમતાની ઊંચી ટાંકી, ૧ નંગ પંપ હાઉસ, પમ્પીંગ મશીનરી, સ્ટાફ ક્વાટર, આરસીસી રોડ તથા કમ્પાઉન્ડ વોલનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ટંકારા ગ્રુપ સુધારણા યોજના અંતર્ગતના “નવીન વિરપર હેડવર્કસ” હેઠળ કુલ ટંકારા તાલુકાના ૨૦ ગામો અને પરાંનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ ગામોને “નવીન વિરપર હેડવર્કસ” ખાતેના ૬.૦૦ MLD ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ મારફત પાણીને યોગ્ય રીતે ફિલ્ટર કરીને ક્લોરીનયુક્ત શુદ્ધ પીવાનું પાણી નિયમિત પૂરું પાડવામાં આવી રહેલ છે. શુદ્ધ અને સુરક્ષિત પાણીની નિયમિત ઉપલબ્ધતાથી ગ્રામીણ વિસ્તારના નાગરિકોના સ્વાસ્થ્યનું રક્ષણ થવા સાથે દૈનિક કામકાજમાં પણ મોટી રાહત મળી છે.

આ યોજનાનો લાભ ટંકારા તાલુકામાં ૨૦ ગામોના અંદાજે ૪૧,૪૭૬ જેટલા નાગરિકોને મળી રહ્યો છે. લાભાર્થી ગામોમાં હડમતિયા, વિરપર, લજાઈ, ધ્રુવનગર, રાજપર, નશીતપર, નવું નશીતપર, પંચાસર, શિવનગર, થોરાળા, અમરાપર, નાગલપર, માણેકવાડા, સરદારનગર, મોટીવાવડી, ગાંધીનગર, ચાંચાપર, રામેશ્વરનગર, ગુલાબનગર અને ખાનપરનો સમાવેશ થાય છે.

સુદ્રઢ માળખાકીય સુવિધાઓ અને નિયમિત પાણી પુરવઠાની વ્યવસ્થા સાથે પૂર્ણ થયેલી “નવીન વિરપર હેડવર્ક્સ” યોજના જેવા વિકાસ પ્રકલ્પો મોરબી જીલ્લાના ગ્રામીણ વિકાસ અને નાગરિકોની સુખાકારી માટે એક મજબૂત આધાર બની રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!