મોરબીમાં આજે રવિવારે ખાટકીવાસ ચોકમાં કુખ્યાત મમુ દાઢી અને તેના ભત્રીજા પર ફાયરિંગ નો બનાવ બન્યો છે જેમાં લોક ચર્ચા મુજબ આ ફાયરીગ નો બનાવ ખાટકીવાસમાં રજપૂત શેરીમાં જ રહેતા રફીકભાઈ મેમણ નામના વ્યક્તિ સાથે ચાલી રહેલી માથાકૂટ આજે ચરમસીમાએ પહોંચી હતી જેમાં પ્રથમ મારામારી બાદ ફાયરીગ નો બનાવ બન્યો હતો
જેમાં આદિલ રફીકભાઈ મેમણ નામના યુવાન નું મોત પણ થયું હોવાની માહિતી મળી રહી છે ફાયરીગ માં મમુ દાઢી અને તેના ભત્રીજા સહિત ત્રણ ઈસમો ગંભીર રીતે ઘાયલ થયા છે જેમાં સામે ફાયરીંગ માં લોકો દુકાન બંધ કરી નીકળી ગયા છે તો મોરબી એલસબી એસઓજી સહિતનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી સ્થિતિ વધુ વણસે નહિ એ માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પોલીસે બનાવની ગંભીરતા લઈ સિવિલ હોસ્પિટલ સનર ખાટકીવાસ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે જો કે આ ઘટનાનું ચોકકસ કારણ હજુ બહાર આવ્યું નથી પરંતુ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.