રાજ્ય સરકારે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન સુવિધાના પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કરાયો છે. આ વચ્ચે વિવિધ સ્થાનો પર વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાત સરકારના કૃષિમંત્રી રાઘવજી પટેલે આ મુદ્દે મોટું નિવેદન આપતાં કહ્યું કે, સુરત, મોરબી, રાજકોટમાં માગ અંગે વિચારણા કરવામાં આવશે. તેમજ કૃષિ મંત્રી રાઘવજી પટેલે સરકારના આ નિર્ણયને આવકાર્યો છે.
ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સીટી-ગિફ્ટ સિટી વિસ્તારમાં “વાઈન એન્ડ ડાઈન” ફેસીલીટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહીબીશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચકક્ષાએ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગિફ્ટ સિટીમાં ડાઇન એન્ડ વાઇન મામલે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગિફ્ટ સિટીમાં જરૂરિયાતને લઈ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના નિર્ણયને હું આવકારું છું. સુરત, મોરબી, રાજકોટમાં માગ અંગે વિચારણા કરવામાં આવશે. તેમ પણ તેમણે જણાવ્યું હતું. ત્યારે ઉલ્લેખનીય છે કે, દારુની છૂટ બાબતે સરકારના નિર્ણય બાદ લોકોના મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો કહે છે તે વિદેશી ઉદ્યોગકારો ગુજરાત આવે છે અને વિદેશી પ્રવાસીઓ આવે છે તે જોઇને આ નિર્ણયને આવકારવો જોઇએ જેથી સરકારને આર્થિક ફાયદો થશે. બીજી તરફ ગુજરાતના વિવિધ શહેરોમાં પણ ઉદ્યોગોને લઇને દારુની છૂટ મળે તેવી માગ કરાઇ રહી છે.