પીજીવીસીએલ દ્વારા મોરબી જિલ્લા ના તમામ તાલુકાઓ તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકા વિસ્તારમાં અલગ અલગ ટીમો પાડી વીજ ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પીજીવીસીએલ દ્વારા કુલ ૧૮૪.૮૨ લાખની વીજ ચોરી પકડી પાડવામાં આવી છે.
પીજીવીસીએલ મોરબી હેઠળની મોરબી જિલ્લાના તમામ તાલુકાઓ તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના વિસ્તારોમાં પીજીવીસીએલની ૩૦ થી ૩૫ ટીમો દ્વારા મોરબી, અંજાર, જામનગર અને ભુજ વિસ્તારમાં વીજ ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તા.૧૮/૧૨/૨૦૨૩ થી ૨૩/૧૨/૨૦૨૩ સુધી વીજ કર્મચારીઓએ પોલીસ પ્રોટેક્શન તથા એસઆરપી જવાનો સાથે વીજ ચેકિંગની ડ્રાઇવ યોજી હતી. પાંચ દિવસ દરમિયાન રહેણાક ૧૪૮૮, કોમર્શિયલ ૭૧૦ અને ખેતીવાડીમાં ૧૨૬ વીજ કનેક્શન ચેક કરતા રહેણાંક ૧૫૭, કોમર્શિયલમાં ૮૮ અને ખેતીવાડીમાં ૧૬ વીજ કનેકશનમાં પાવર ચોરી દ્વારા ગેરરીતિ કર્યાનું સામે આવતા તમામ લોકોને કુલ ૧૮૪.૮૨ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.