મોરબી ખાટકીવાસમાં આવેલી બરશાખ રજપૂત શેરીમાં બાઈક કાઢવા બાબતે બોલાચાલી થયાં બાદ મામલો બીચકયો હતો અને જોત જોતામાં ફાયરીગ સુધી મામલો પહોચી ગયો હતો જેમાં સામે સામે ફાયરીગ થતાં બે વ્યક્તિના મોત નીપજ્યા હતા જ્યારે પાંચ ને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે પોલીસે બનાવની ગંભીરતા લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દઈ આગળની તપાસ હાથ ધરી છે.
મોરબીમાં આજે રવિવારે ખાટકીવાસ ચોકમાં કુખ્યાત મહમદ કસ્માની ઉર્ફે મમુ દાઢી અને તેના ભત્રીજા તેમજ સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ રફીકભાઈ મેમણ ના પુત્ર આદિલ વચ્ચે ખાટકીવાસમાં આવેલી બરશાખ રજપૂત શેરીમાં બાઈક કાઢવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી જેમાં પ્રથમ મારામારી થયા બાદ સામે સામે ફાયરિંગ શરૂ થયા હતા જેમાં આદિલ રફીકભાઈ મેમણ નામના યુવાનનું ગંભીર ઇજાગ્રસ્ત થતા મોત થયું હતું જયારે સામાં પક્ષે ફાયરીગમાં મમુ દાઢી અને તેના બે ભત્રીજા ઇમરાન મેમણ અને આસિફ મેમણ સહિત પાંચ ઈસમો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમાં ઈમરાન મેમણનું રાજકોટ ખાનગી હોસ્પિટલ માં સારવાર દરમ્યાન મોત થતાં મૃત્યુ આંક 2 થયો હતો.સામે સામે ફાયરીંગ થતા જ આજુબાજુના લોકો દુકાન બંધ કરી ટપોટપ નીકળી ગયા હતા બનાવની જાણ થતાં જ મોરબી એસપી એસ આર ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ એલસબીપીએસઆઇ એન બી ડાભી એસઓજી પીઆઈ જે એમ આલ સીપીઆઈ બી ડીવીઝન પીઆઈ આઈ એમ કોંઢિયા,એ ડીવીઝન પીઆઈ સહિતનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી સ્થિતિ વધુ વણસે નહિ એ માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પોલીસે બનાવની ગંભીરતા લઈ સિવિલ હોસ્પિટલ અને ખાટકીવાસ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે જો કે આ ઘટનાનું ચોકકસ કારણ હજુ બહાર આવ્યું નથી પરંતુ પ્રાથમિક તપાસમાં બાઈક કાઢવા બાબતે વાત વણસી હતી જેમાં મામલો ઉગ્ર થઈ જતા આ બનાવ બન્યો છે જેની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.