મોરબી નજીક આવેલ પૌરાણિક રફાળેશ્વર મહાદેવ મંદિરે દર વર્ષે શ્રાવણ માસના વદ 14, અમાસના દિવસે શ્રદ્ધાળુઓની મોટી ભીડ રહેતી હોય છે. અને અમાસના દિવસે મોટી સંખ્યામાં લોકો રફાળેશ્વર મહાદેવ મંદિરે આવેલા પ્રાચીન પીપળે પાણી રેડીને પિતૃતર્પણ કરતા હોય છે. અને આ દિવસે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યોજાય છે.
જોકે આ વખતે કોરોનાની મહામારી લઈને રફાળેશ્વર મહાદેવ મંદિરે યોજતો આમસનો મેળો તથા પિતૃતર્પણ મોકુફ રાખેલ છે. જેમાં સંચાલન કરતાં મહારાજા લખધીરજી એડાઉમેંટ દ્વારા જણાવ્યુ છે કે કોરોના મહામારી લઈ ને આગામી શ્રાવણ વદ-૧૪ અમાસના દિવસે તા.૧૮ અને ૧૯ ઓગસ્ટ એમ બે દિવસ સુધી રફાળેશ્વર મહાદેવ મંદિર સંપૂર્ણ પણે બંધ તમામ શ્રદ્ધાળુઓએ નોંધ લેવી.