ઇન્ડીયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા ૨૫ થી ઉપરના તમામ બહેનો માટે ફન સ્ટ્રીટ ઓપન મોરબીનું આયોજન કરાયું છે. જેમાં વર્તમાન સમયના ટેકનોલોજીના સમયમાં ભુલાય ગયેલી આપણી જુની રમતો રમાડવામાં આવશે અને વિજેતાઓને ક્લબ તરફથી ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. તેવું જણાવાયું હતું.
ઇન્ડીયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા ફન સ્ટ્રીટનું આયોજન ૨૫ વર્ષથી વધુ ઉમરના બહેનો માટે કરાયું છે. જેમાં દરેક મમ્મી આ રમતમાં ભાગ લઈને પોતાના બાળકોને ઉદાહરણ પૂરું પાડે તેવો પ્રયાસ કરવામાં આવ્યા છે. જેમાં કોથળા દોડ, લીંબુ ચમચી, ત્રિપગી દોડ,લંગડી દોડ, સંગીત ખુરશી જેવી અનેક રમતો રમાડવામાં આવશે. જે ફન સ્ટ્રીટમાં ભાગ લેવા માટે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. ત્યારે રમતમાં ભાગ લેવા દરેક મહિલા સ્થળ પર રજીસ્ટર કરાવે તેવી સૂચના આપવામાં આવી છે. તેમજ કાર્યક્રમનું આયોજન આગામી તા.૦૭-૦૧-૨૦૨૪ સવારે ૧૦:૦૦ કલાકે મોરબીના રવાપર રોડ નીલકંઠ વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું છે.