Friday, May 3, 2024
HomeGujaratહળવદમાં વડવાળા યુવા ગ્રુપ દ્વારા ઓપન ગુજરાત નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું કરાયું...

હળવદમાં વડવાળા યુવા ગ્રુપ દ્વારા ઓપન ગુજરાત નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું કરાયું ભવ્ય પ્રારંભ

હળવદ વડવાળા યુવા ગ્રુપ દ્વારા ઓપન ગુજરાત નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેનો ગઈકાલે વિનોબા ભાવે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઉત્સાહભેર પ્રારંભ કરાયો છે. આ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર કચ્છ ઝાલાવાડ સહિતના ક્રિકેટરો ઉમટી પડશે.

- Advertisement -
- Advertisement -

હળવદ વડવાળા યુવા ગ્રુપ આયોજિત ઓપન સૌરાષ્ટ્ર નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. હળવદનાં વિનોબા ભાવે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે નાઈટ ટેનિસ ક્રિકેટનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં સૌરાષ્ટ્ર કચ્છ ઝાલાવાડ સહિતના ક્રિકેટરો પોતાનુ પ્રદર્શન બતાવશે, તેમજ ફ્લડ લાઈટિંગ, રનીંગ કોમેન્ટ્રી, તેમજ લાખેણા ઈનામોની વણઝાર ચેમ્પિયન ટ્રોફી, રોકડા પુરસ્કાર, મેન ઓફ ધ મેચ, સહિતના વિવિધ ઇનામોની વણઝાર રાખવામાં આવી છે, આ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવવા દીપકદાસજી મહારાજ, હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, વિજયભાઈ જાની મોરબી જિલ્લા સરકારી વકીલ, દાદાભાઈ ડાંગર, હળવદ શહેર ભાજપ મહામંત્રી રમેશભાઈ ભગત, મોરબી જિલ્લા યુવા પ્રમુખ રવિભાઈ પટેલ, રબારી સમાજના આગેવાન મનુભાઈ રબારી, સંદીપ પટેલ સહિતના આગેવાનો અને યુવા ક્રિકેટરો તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા હળવદ વડવાળા યુવા ગ્રુપના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!