મોરબી મુકામે વોર્ડ નંબર ૧૧ માં આવેલ દોશી એમ. એસ. અને ડાભી એન.આર.હાઈસ્કુલ ના આધસ્થાપક તેમજ મોરબીના પૂર્વ ધારાસભ્ય પ્રેરણામૂર્તિ જાહેર જીવનમાં રહી ગાંધી મૂલ્યોને તેઓ આજીવન અનુસર્યા તેવા ગોકળદાસ પરમારની સ્મૃતિ હાઈસ્કૂલમાં કાયમી જળવાઈ રહે તે માટે સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા અને પૂર્વ ધારાસભ્ય રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા આપવામાં આવેલ ગ્રાન્ટમાંથી આ સ્કૂલ માટે સાંસ્કૃતિક હોલ બનાવવામાં આવેલ હતો જેનું ઉદ્ઘાટન કાર્યક્રમ અને સતવારા સમાજ ના આગેવાન તેમજ મોરબી શહેર મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા ના મન ના વિચાર મુજબ મોરબી ના સાચા લોકસેવક સ્વ. ગોકળદાસભાઈ પરમાર ના સ્ટેચ્યુ (પ્રતિમા ) પ્રતિષ્ઠિત હાઈસ્કૂલમાં કરવામાં આવી હતી મોટી સંખ્યા માં સતવારા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સંઘ પ્રચારક ડો. જયંતીભાઈ ભાડેશીયા,સર્જન ના પ્રમુખ સ્થાને સાંસદ મોહનભાઈ કુંડારીયા, પૂર્વરાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મહામંડલેશ્વર શ્રી શિવરામદાસજી સાહેબ (કબીર આશ્રમ), હળવદ ના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા,અન્ય ધારાસભ્ય અને રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા હતા.
આ ઉપરાંત મોરબી સહકારી સંસ્થાના અગ્રણી મગનભાઈ વડાવીયા, મોરબી ભાજપ શહેર મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા તેમજ હાઈસ્કૂલના મુખ્ય દાતા ઉદ્યોગપતિ ગણેશભાઈ ડાભી અને પૂર્વ કાઉન્સિલરો, શૈક્ષણિક સંસ્થાના કર્મચારી સામાજિક આગેવાનો અને વિદ્યાર્થી ગણ, કાર્યક્રમ નું સંચાલન અનિલભાઈ મહેતા સાહેબ કરેલ અને સૌ મોટી સંખ્યામાં વાલીગણ સમાજ ગણ હાજર રહેલ તે બદલ આભાર માનેલ અને કાર્યક્રમ ને પૂર્ણ જાહેર કરવામાં આવેલ હતું સાથે સાથે આગામી સમયમાં પણ સમાજ ના હિત માટે આ સંસ્થા અને સાંસદ મોહનભાઈ કુંડારિયા તેમજ પૂર્વ ધારાસભ્ય અને રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા ખડેપગે સાથ આપવા આશ્વાસન આપ્યું હતું.