માળિયા મી.માં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પુરપાટ ઝડપે જતા ટ્રેઇલરનાં ચાલકે એક્ટિવાને હડફેટે લેતા એક્ટિવા સવાર બે યુવકો ઈજાગ્રસ્ત થયા હતા અને એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે મૃતકના ભાઈ દ્વારા માળિયા મી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, માળિયા મી. નાં હરીપર ગામે રહેતા ફિરોજભાઇ અકબરભાઇ ભુવડ દ્વારા માળિયા મી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતાં જણાવવામાં આવ્યું હતું કે, તેનો ભાઈ સલીમભાઇ અકબરભાઇ ભુવડ ગત તારીખના રોજ તેના બે મિત્રો સાથે તેની જી.જે-૩૮ એ.જે-૧૨૯૮ નંબરની એક્ટિવા પર માળીયા મી. અમદાવાદ હાઇવે રોડ ઉપર વાધરવા ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે પુરપાટ ઝડપે જતા જી.જે. આર.જે-૧૪ જી.ઇ-૫૩૭૮ નંબરના ટ્રેઇલરના ચાલકે ફરિયાદીના ભાઈની એક્ટિવામાં પાછળથી ઠોકર મારતા એક્ટિવા સવાર દશરથભાઇને હાથે પગમા ફેકચર જેવી તેમજ માથામા ઇજા કરી તેમજ મુકેશભાઇને માથામા ઇજા કરી તેમજ સલીમભાઇને માથામા હેમરેજ જેવી ગંભીર ઇજા કરી મોત નિપજાવ્યું હતું. જે સમગ્ર મામલે માળિયા મી. પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.