મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં રોજે રોજ ભાવ વધી રહ્યા છે અને પેટ્રોલ-ડીઝલના ભાવ અત્યાર સુધીન સૌથી મોઘા ભાવ છે તેમજ સિંગતેલના ભાવમાં પણ સતત વધી રહ્યા છે રાંધણ ગેસના બાટલામાં પણ ભાવો વધી ગયા છે મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ રામભાઈ રબારીની આગેવાનીમાં આજે મોરબીના નગર દરવાજા ચોકમાં મોંઘવારીનો વિરોધ માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોંઘવારીના પૂતળાનું દહન કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ પોલીસે પુતળું કબજે કરી લીધું હતું જોકે “ભાજપ હાય હાય” ,“હાય રે ભાજપ તેરા કેસા ખેલ, સસ્તા દારૂ મહેંગા તેલ”, વિવિધ સૂત્રોચાર આગેવાનો દ્વારા કરવામાં આવ્યા હતા. રમેશભાઈ રબારી મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ નાથાભાઈ ડાભી, મોરબી જિલ્લા પંચાયતના મહિલા સભ્ય રેખાબેન એરવાડીયા, મોરબી જિલ્લા કોંગ્રેસનાં મહિલા પ્રમુખ સુમિતાબેન લોરીયા, મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અસ્મિતાબેન કોરીંગા, કે.પી.ભાગીયા, નિયામતબેન સુમરા, હરદેવસિંહ જાડેજા, ચિરાગ રાચ્છ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા તો પોલીસે વિરોધ કરી રહેલા કોગ્રેસના ૧૨ આગેવાનો ડીટેન કર્યા હતા.