ટંકારાના નેકનામ ગામ નજીક હિટ એન્ડ રનના કેસમાં અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલક યુવાનને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ ઉપર જ તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
હિટ એન્ડ રનની મળતી માહિતી અનુસાર પડધરી તાલુકાના દહીસરડા ગામે રહેતા અને નેકનામ રોડ ઉપર આવેલ મેરીટ ફાઈબરમાં કામ કરતા માધવ ગોકળભાઇ છીપરીયા ગત તા.૧૪/૧ ના રોજ નાઇટશિફ્ટમા હોય ત્યારે વહેલી સવારે કારખાનામાં તેની સાથે કામ કરતા રાજેશભાઈને પોતાના બાઈક રજી.નં જીજે-૦૩-એમક્યુ-૩૮૫૫ દહીસરડા બસ સ્ટેન્ડ મૂકી પરત કારખાને આવતો હોય ત્યારે નેકનામ રોડ ઉપર આવેલ દહીસરડાના કાંતીભાઈની વાડી સામે અજાણ્યા વાહન ચાલકે માધવને બાઈક સહીત અડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર બનાવ અંગે મૃતકના પિતા ગોકળભાઇ સવશીભાઇ છીપરીયા ઉવ.૪૬ની ફરિયાદના આધારે ટંકારા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસની તજવીજ હાથ ધરી છે.