Wednesday, January 8, 2025
HomeGujaratમોરબી જિલ્લામાં અલગ અલગ પોલીસ મથકમાં અપમૃત્યુના ચાર બનાવ નોંધાયા

મોરબી જિલ્લામાં અલગ અલગ પોલીસ મથકમાં અપમૃત્યુના ચાર બનાવ નોંધાયા

ગઇકાલે મોરબી તાલુકામાં બે બનાવ મોરબી સીટી વિસ્તારમાં એક બનાવ તેમજ હળવદ પંથકમાં એક બનાવ મળી અલગ અલગ ચાર અપમૃત્યુના બનાવ નોંધાયા હતા.

- Advertisement -
- Advertisement -

જેમાં પ્રથમ બનાવમાં મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા મિતલબેન ખુમસીંગ ધાણક ઉવ.૨૦ ગત તા.૧૮/૧/૨૪ ના રોજ રાત્રીના આશરે નવેક વાગ્યે પોતાના ઘરે કોઈપણ કારણોસર ઝેરી દવા પી જતા પ્રથમ સારવાર CHC જેતપર લઈ વધુ સારવારમાં સ.હો.મોરબીમાં લાવતા પ્રાથમીક સારવાર આપી વધુ સારવારમાં રાજકોટ રીફર કરેલ ત્યારબાદ આજરોજ અત્રેની મોરબી સ.હો.માં ફરીથી સારવારમાં આવતા દાખલ કરેલ હતી જે ચાલુ સારવાર દરમ્યાન ગઈકાલ તા.૨૨/૧/૨૪ના મરણ ગયેલનુ ફરજ પરના ડોક્ટરે જાહેર કરતા તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી તપાસની તજવીજ હાથ ધરી છે. વધુમાં મિતલબેન ખુમસીંગ ધાણકનો લગ્નગાળો બે વર્ષનો હોય તેમજ સંતાન ન હોય ત્યારે સમગ્ર અપમૃત્યુ મામલે મોરબી નાયબ પોલીસ અધિકારી દ્વારા આગળની તપાસ શરુ કરી છે.

બીજા બનાવમાં મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા ૬૨ વર્ષીય વૃદ્ધ ચમરીયાભાઇ રૂપસીંગભાઇ ચૌહાણ એ પોતાના ઘરે કોઈપણ કારણોસર પોતાની જાતે ગળેફાસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર અપમૃત્યુ મામલે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

ત્રીજા બનાવમાં મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ લક્ષ્મી સોસાયટી મેઈન બજારમાં રહેતા ચિરાગભાઈ હીરાભાઈ ફાંગલીયા ઉંમર વર્ષ-૨૦ એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળે ટૂંપો ખાઈ લેતા મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લઇ જતા ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી મરણ ગયાનું જાહેર કરતા મોરબી બી ડિવિઝન પોલીસે નોંધ કરી બનાવ મામલે આગળની તપાસ શરુ કરી છે.

ચોથા બનાવમાં હળવદ તાલુકાના મેરુપર ગામના પાટિયા પાસે આવેલ મહાદેવ હોટલમાં રહેતા મૂળ રાજસ્થાનના સેલીબેરી(કોટડા)ના વતની ૪૫ વર્ષીય આધેડ બળવતસિંગ સરદારસિંગ ચૌહાણને ગઈકાલ તા.૨૨/૧ ના રોજ છાતીમાં અસહ્ય દુખાવો ઉપડતા મહાદેવ હોટલના કેમ્પાઉન્ડમાં જ તેઓને હૃદયરોગનો હુમલો આવી મોત નિપજતા હળવદ પોલીસે નોંધ દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!