હળવદ આવેલ મહર્ષી ટાઉનશીપમાં તસ્કરો ત્રાટકયા હતા. જેમાંથી બે મકાનોને નિશાન બનાવ્યા હતા અને એક મકાનમાંથી સોના-ચાંદીના દાગીના મળી રૂ. ૧.૪૩ લાખની ઘરફોડ ચોરી થતા પોલીસ ફરીયાદ નોંધાઇ
હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મૂળ હળવદના સુંદરગઢ ગામના વતની અને હાલ હળવદના મહર્ષી ટાઉનશીપમાં રહેતા અને ખેતીનો વ્યવસાય કરતા ચતુરભાઇ મગનભાઇ ચરમારી (ઉ.વ.૩૫) એ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. ૨૩ ના રોજ હળવદના મહર્ષી ટાઉનશીપમાં આવેલ તેમના મકાનમાં તસ્કરો ખાબકયા હતા અને અજાણ્યા ચોર ઇસમે ફરીયાદીના ઘરમાં રાત્રીના સમયે પ્રવેશ કરી રોકડ રૂ. ૮૦,૦૦૦ તથા સોનાના બે ચેન કિ.રૂ. ૫૦,૦૦૦ તથા ચાંદીનો કંદોરો કિ.રૂ.૧૩,૦૦૦ તેમજ સોના-ચાંદીની નાની-મોટી ગીફટમાં મળેલ વસ્તુ મળી કુલ રૂ. ૧,૪૩,૦૦૦ ની ચોરી કરી તેમજ બાજુના મકાનમાં પણ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. હળવદ પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.