મોરબીના લગ્ધીરપુર રોડ પર કેનાલમાં ડૂબી ગયેલ સગીરનો મૃતદેહ મચ્છુ ડેમમાંથી મળી આવ્યો છે. સગીર ગઇકાલે કેનાલમાં ડૂબી ગયો હતો જે બાદ તેની શોધખોળ હાથ ધર્યા બાદ મચ્છુ ડેમ માંથી મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઇને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
મૂળ ઉતર પ્રદેશના ગોંડા ના જય પ્રભા ગામના જાનકી નગર ખાતે રહેતા અંદાજે ૧૩ વર્ષના અલખરામ તુલસીરામ કેનાલમાં ડૂબી ગયાની જાણ થતા જેની મોરબી ફાયર ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેની એક દિવસની શોધખોળ બાદ સગીરનો મચ્છુ ડેમમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે પોલીસે સગીરનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.