મોરબીના આંગણે પ્રથમ વખત શ્રી હરિરાયજી મહાપ્રભુજી વિરચિત નિત્યલીલા શ્રી કૃષ્ણ લીલા રસપાનનું ૨૨ થી ૨૫ ફેબ્રુઆરી બપોરના ૦૩:૦૦ થી ૦૬:૩૦ કલાક સુધીનું આયોજન મોરબીના શનાળા રોડ, સરદારબાગ પાછળ, મધરટેરેસા આશ્રમની બાજુમાં શ્રી વલ્લભાશ્રય ખાતે કરાયું છે. જેમાં વક્તા તરીકે મથુરા, કલોલ અને રાજકોટના પુ.પા.ગો.૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજ રસપાન કરાવશે.
મોરબીના આંગણે હરખની હેલી જોવા મળી રહી છે. પ્રથમ વખત સમસ્ત વૈષ્ણવ સમાજ માટે નિકુંજ નાયક પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ પરમ મોહિની સ્વરૂપ શ્રી બાલકૃષ્ણ પ્રભુના પરમ અનુગ્રહથી રાજકોટ વૈષ્ણવ સુષ્ટીના યુવા ષષ્ઠગૃહાર્ય પૂ.પો.ગો.૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજના મધુરકંઠે શ્રી હરિરાયજી મહાપ્રભુજી વીરચીત નીત્યલિલા શ્રી કૃષ્ણ લીલા રસપાનનું આયોજન ૨૨ થી ૨૫ ફેબ્રુઆરી સુધી કરવામાં આવ્યું છે. જેમાં તા. ૨૨ ના રોજ ૩ વાગ્યે મંગલ સામૈયા અને ૩.૩૦ કલાકે નિત્યલીલા રસપાન કથામૃત, તા. ૨૩ ના રોજ સવારે ૧૧ થી ૧ કલાક સુધી મંગલ પધરામણી અને ૩:૩૦ કલાકથી નિત્યલીલા રસપાન કથામૃત, તા. ૨૪ ના રોજ સવારે ૧૧ થી ૧ કલાક સુધી મંગલ પધરામણી, ૩:૩૦ કલાકથી નિત્યલીલા રસપાન કથામૃત અને રાત્રે ૦૯:૦૦ કલાકે ફૂલ ફાગ રસિયા તેમજ તા. ૨૫ ના રોજ સવારે ૧૧ થી ૧ કલાક સુધી મંગલ પધરામણી, ૩:૩૦ કલાકથી નિત્યલીલા રસપાન કથામૃતનું કરાવવામાં આવશે. જેમાં ઉપસ્થિત રહી દિવ્ય અને ભવ્ય અલૌકિક મનોરથમાં દર્શન અને ભક્તિરસનો આનંદ લેવા વૈષ્ણવજનને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.