રાજકોટ રેન્જ આઇ.જી. અશોક કુમાર યાદવ તથા મોરબી જિલ્લા પોલીસ એસપી રાહુલ ત્રિપાઠીએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચન કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી ક્રાઇમ બ્રાન્ચ / પેરોલ ફર્લો સ્કવોડની ટીમ દ્વારા બાતમીના આધારે મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં આવેલ સોનીની દુકાનમાં કામ કરતા એક કારીગર દ્વારા આચરાયેલ છેતરપિંડીના ગુન્હાનો ભેદ ઉકેલાયો છે. આરોપીની મોરબી ક્રાઇમ બ્રાન્ય / પેરોલ ફર્લો સ્કવોડની ટીમ દ્વારા સુરત ખાતેથી ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુંસાર, મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન તેઓને ખાનગી રાહે હકિકત મળેલ કે, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો છેતરપિંડીની ગાંહનો નાસતો ફરતો આરોપી ધનશ્યામ ભાસ્કરભાઇ સરદાર (રહે. ખાનાકુલ ચંન્દ્રકુલ મારોખાના જી.હુગલી (પંશ્વિમ બંગાળ)) હાલ સુરત જિલ્લા ખાતે હોવાની ચોક્કસ અને ભરોસાપાત્ર હકિકત મળતા જે હકીકત આધારે મોરબી ક્રાઇમ બ્રાન્ચ / પેરોલ ફર્લો સ્કવોડની ટીમ દ્વારા હકીકત વાળી જગ્યાએ તપાસ કરતા આરોપી ઘનશ્યામ ભાસ્કરભાઇ સરદાર (હાલ રહે. સુરત હિરા બજાર કાજનીવાડી)સુરત રામપુરા મહાકાળી માતાજીના મંદિર પાસે શ્રી આર્કેટ કોમ્પ્લેક્ષ N.B જવેલર્સ ખાતેથી મળી આવતા આરોપીને હસ્તગત કરી મોરબી એલ.સી.બી કચેરી ખાતે લઇ જઈ સી.આર.પી.સી કલમ ૪૧(૧) આઇ મુજબ આરોપીની પોલીસ દ્વારા અટક કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો.