“ટ્વીનીંગ ઓફ સ્કૂલ” એ ‘શાળાઓ વચ્ચેની ભાગીદારી’ છે, જે હેઠળ બે શાળાઓ એકબીજાના વધુ સંપર્કમાં આવે છે. જેનો હેતુ વર્ગખંડની અંદર અને બહારના શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં રહેલા શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. ત્યારે શ્રી જબલપુર પ્રાથમિક શાળાના બાળકો ટંકારા કુમાર તાલુકા શાળા સાથે ટ્વીનિંગ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી.
શ્રી જબલપુર પ્રાથમિક શાળાના બાળકો ટંકારા કુમાર તાલુકા શાળા સાથે ટ્વીનિંગ કાર્યક્રમ અંતર્ગત મુલાકાત લીધી હતી. તેમજ બાળકોને પ્રત્યક્ષ શિક્ષણ મળી રહે તે માટે ટંકારા સિવિલ કોર્ટ, મામલતદાર કચેરી, પોલિસ સ્ટેશન તેમજ SBI બેંકની મુલાકાત લેવામાં આવી હતી
અને બાળકોને તેની વિવિધ કામગીરીથી વાકેફ કરવામાં આવ્યા હતા. બાળકોને સરકારની વિવિધ કચેરીમાં કઈ કઈ કામગીરી થાય છે. તેમજ પ્રજાના ક્યાં કામમાં મદદરૂપ થાય છે. તેની પ્રત્યક્ષ કામગીરી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. બાળકોમાં રહેલ જિજ્ઞાસાવૃત્તિ, કુતુહલવૃત્તિ તેમજ જ્ઞાનમાં વધારો થાય તે માટે આ એક દિવસીય શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમ્યાન બાળકોને સ્વરુચિ નાસ્તો કરાવવામાં આવ્યો હતો. બાળકોને આ એકદિવસીય મુલાકાતમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.