Wednesday, November 27, 2024
HomeGujaratઈન્કમટેક્ષમની કલમ 43 B(h) કાયદાની જોગવાઈને લઇને મોરબી સિરામીક એસોસિએશને દિલ્હીમાં રજુઆત...

ઈન્કમટેક્ષમની કલમ 43 B(h) કાયદાની જોગવાઈને લઇને મોરબી સિરામીક એસોસિએશને દિલ્હીમાં રજુઆત કરી

ઈન્કમટેક્ષમાં આવેલ કલમ ૪૩ B(h) કાયદાની જોગવાઈ મુજબ ૦૧/૦૪/૨૦૨૪થી સ્મોલ અને માઈક્રો એન્ટરપ્રાઈઝ પાસેથી ખરીદ માલનુ પેમેન્ટ ૧૫ થી ૪૫ દિવસમા કરવુ ફરજિ્યાત છે. જેમાં અનેક સમસ્યા ઉદભવી હોવાથી મોરબી સીરામીક મેન્યુફેકચરિંગ એસોસીએશન દૃારા સાસંદ મોહનભાઈ કુંડારીયા સાથે દિલ્હી ખાતે રજૂઆત કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી સિરામિક મેન્યુફેકચરિંગ એસોસિએશન દ્વારા સાંસદ મોહનભાઈ કુંડારિયા સાથે ઇન્કમટેક્ષમાં આવેલ કલમ ૪૩ B(h) કાયદાની જોગવાઇ મુજબ ખરીદ માલનું પેમેન્ટ ૧૫ થી ૪૫ દિવસમાં કરવાનું હોવાથી અનેક સમસ્યા ઉદભવી રહી છે જેને લઇને દિલ્હી ખાતે રજૂઆત કરાઈ હતી. સિરામિક ઉદ્યોગમાં રો મટીરીયલ મોટા ભાગે સ્મોલ અને એન્ટર પ્રાઇઝ પાસેથી ખરીદી થાય છે. જ્યારે સિરામિક સીરામીક ઉઘોગ મોટાભાગે મીડીયમ એન્ટરપ્રાઈઝમાં આવતો હોવાથી તેમજ માલનુ વહેચાણ ૧૦૦ થી ૧૨૦ દિવસની ઉઘારીમાં થતુ હોય છે. જેથી ખરીદેલ માલનુ પેમેન્ટ ૪૫ દિવસમા કરવુ મુશ્કેલ હોવાથી ઉઘોગ મોટી મુશ્કેલીમાં મૂકાયો છે. ત્યારે મોરબી સીરામીક મેન્યુફેકચરિંગ એસોસીએસન દ્વારા સાસંદ મોહનભાઈ કુંડારીયા સાહેબની સાથે દિલ્હી ખાતે ૬-૨-૨૪ ના રોજ Central board of Direct Tax ના ચેરમેન તેમજ MSME ના મંત્રી નારાયણ રાણેને રજુઆત કરી હતી. તેમજ સાસંદ મોહનભાઈ કુંડારીયાએ કેન્દ્રીય નાણામંત્રી નિમઁલા સીતારામણનો સમય લઈને કેન્દ્રીય નાણા મંત્રીને દિલ્હી ખાતે રુબરુ મળીને સમસ્યાથી વાકેફ કર્યા હતા. જેને લઇને નાણામંત્રીએ હકારાત્મક અભિગમ દાખવી આ બાબતે યોગ્ય કરવા જણાવ્યું હતું. જેમાં મોરબી સીરામીક મેન્યુ ફેકચરિંગ એસોસીએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા, હરેશભાઈ બોપલીયા, કિરીટભાઈ પટેલ, પુવઁ પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા તેમજ કમીટી મેમ્બર શામજીભાઈ મેથાણીયા રજુઆતમાં સાથે ઉપસ્થિત રહયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!