પ્રેમમાં પડેલા યુવક યુવતીને જયારે પરિવાર કે સમાજ વચ્ચે આવતું હોય ત્યારે આ પ્રેમનો કરુંણ અંજામ આવતો હોય છે ત્યારે આવી જ એક ઘટના સમયે આવી છે પ્રેમમાં પડેલા યુવક યુવતી એક બીજાને પામવા માટે ઘરેથી તો ભાગ્યા અને મોરબીના લખધીરપુર નજીક કેનાલમાં જંપલાવ્યું હતું. જે જોઈ જતા યુવકના પિતા બંનેને બચાવવા કુદ્યા હતા. જો કે બનાવમાં પિતા-પુત્રના મોત નિપજ્યા હતા. જયારે યુવતીનો બચાવ થયો હતો.
મળતી માહિતી અનુસાર, જામનગર જીલ્લાનો વતની અને એક સંતાનના પિતા કિશન ભરતભાઈ લકુમ નામનો 22 વર્ષનો યુવાન અને અમદાવાદની વતની અને એક સંતાનની માતા નેહા નામની યુવતીના પ્રેમમાં હતો. તેઓ ઘર છોડી દઈ મોરબીના લખધીરપુર રોડ ઉપર કારખાનામાં સાથે રહી મજૂરી કામ કરતા હતા. જયારે યુવકના પિતા બન્નેને શોધતા તેઓની પાસે પહોંચી ગયા હતા ત્યારે સમાજ એક નહિ થવા દે તેવી બીકે પ્રેમી યુગલે લખધીરપુર રોડ ઉપર એન્ટિક સિરામિક સિરામિક સામે કેનાલમાં ઝંપલાવી દીધું હતું, જેને લઇ કિશનના પિતા ભરતભાઇ જેસિંગભાઈ લકુમે પણ પુત્ર અને યુવતીને બચાવવા માટે કુદી પડ્યા હતા અને કેનાલમાંથી બંનેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હોય જેમાં નેહા કેનાલની બહાર નીકળી શકી હતી. તો બંને પિતા ભરતભાઈ અને પુત્ર કિશન કેનાલમાં ડૂબી જતા બંનેના મૃત્યુ નીપજ્ય હતા. હાલ પિતા પુત્રના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તેમજ સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.