મોરબીના રવાપર રોડ પર આવેલ આલાપ પાર્કમાં સોસાયટીના બરાબર મેઈન ગેઇટની સામેં કોમર્શિયલ દુકાનનો માલ સમાન ઉતારવાનું ગોડાઉન બનાવવામાં આવ્યું હતું. જેને લઇને સોસાયટીના રહીશોએ જિલ્લા કલેકટર સમક્ષ રહેઠાણ વિસ્તારમાં બનાવેલ ગોડાઉન દૂર કરવા રજૂઆત કરી હતી. જેને લઇને કલેકટર જી.ટી.પંડ્યાએ તા.૨૫/૦૧/૨૪ ના રોજ આલાપ પાર્કના રહેણાંક વિસ્તારમાંમાં ગોડાઉન બંધ કરવાનો આદેશ કર્યો હતો. અને નગરપાલિકાને દબાણો દૂર કરવા જણાવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, મોરબીના રવાપર રોડ પર આવેલ આલાપ પાર્કમાં સોસાયટીના બરાબર મેઈન ગેઇટની સામેં કોમર્શિયલ દુકાનનો માલ સમાન ઉતારવાનું ગોડાઉન બનાવવામાં આવ્યું હતું. જેને લઇને સોસાયટીના રહીશોએ કલેકટર સમક્ષ રહેણાક વિસ્તારમાં બનેલ કોમર્શિયલ ગોડાઉન દૂર કરવા રજૂઆત કરી હતી. જેને લઇને કલેકટર જી.ટી.પંડ્યાએ ગોડાઉન બંધ કરવાનો આદેશ આપ્યો હતો. તેમજ આલાપ પાર્કમાં રહેઠાણ વિસ્તારમાં બનાવેલ ગોડાઉન દૂર કરવાનો આદેશ કલેકટરે નગરપાલિકાને આપ્યો છે. આ સમગ્ર મામલ આલપવાસીઓ સાથે ધારાસભ્ય કાંતિ અમૃતિયાંસતત સાથે રહ્યા હતા. ન્યાયપૂર્ણ કાર્યવાહી કરવા બદલ સમગ્ર આલાપવાસીઓએ જિલ્લા કલેકટર જી.ટી.પંડયા તેમજ જિલ્લા વહીવટી તંત્ર અને કાંતિભાઈ અમૃતિયાનો આભાર વ્યક્ત કર્યો હતો.