મોરબીના ઘુંટુ ગામની સીમમાં આવેલ સ્કવેર કારખાનામાં આવેલ કુવામાંથી આશરે ૩૦ થી ૩૫ વર્ષના અજાણ્યા પુરુષનો કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામ્યો છે. હાલ આ અજણ્યા પુરુષની ઓળખ મેળવવા મૃતદેહને રાજકોટ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર ગઈકાલ તા.૦૯/૦૨ના રોજ ઘુંટુ ગામની સીમમાં આવેલ સ્કવેર સીરામીક કારખાનાના કુવાના પાણીમાં અજાણ્યા પુરૂષ ઉ.વ આશરે ૩૦ થી ૩૫ વર્ષ (જેના જમણા હાથના કાંડામા ધાતુનુ કડુ તેમજ લાલ દોરો બાંધેલ છે તથા ડાબા પગમા કાળો દોરો બાંધેલ છે.) તેનો તરતી હાલતમાં કોહવાયેલ મૃતદેહ મળી આવતા વિનોદભાઇ જીવરાજભાઇ અઘારા રહે-ચિત્રકુટ સોસાયટી, મોરબી-૦૧ દ્વારા સમગ્ર બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે આવી અજાણ્યા પુરુષના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પ્રથમ મોરબી સરકારી હોસ્પિટલમાં લાવતા જ્યાંથી મૃતદેહ નુ પોસ્ટમોર્ટમ રાજકોટ સરકારી હોસ્પિટલ ફોરેનસીક વિભાગ તરફ મોકલતા જેનું પી.એમ કરાવ્યા બાદ મૃતદેહને ઓળખ માટે કોલ્ડ સ્ટેરેજમાં રાખવામાં આવ્યો હોવાનું યાદીમાં જણાવવામાં આવ્યું છે.