મોરબી તાલુકાનાં જામ્બુડીયા ગામની સીમમા આવેલ લેટીગ્રેસ સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં રહેતી ૧૭ વર્ષીય યુવતીને તેની મોટી બહેને પોતાની દીકરીને સાર સંભાળ માટે ઠપકો આપતા પોતાના રૂમમાં જઈ રૂમનો દરવાજો બંધ કરી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાનાં જામ્બુડીયા ગામની સીમમા આવેલ લેટીગ્રેસ સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં ઉંમર વર્ષ ૧૭ વર્ષ સોનાલી ઉર્ફે મામની રાજેન્દ્ર સુરેન્દ્રને તેની મોટીબેન મોનતીબેને પોતાની નાની દિકરી દિવ્યાંશી રડતી હોય જેથી તેની સાર સંભાળ રાખવા માટે તેની મોટી બેને ઠપકો આપતા તેને લાગી આવતા પોતે પોતાની જાતે પોતાના રૂમમા જઇ રૂમનો દરવાજો અંદરથી બંધ કરી ૧૦/૦૨/૨૪ ના રોજ પોતે પોતાની જાતે સાડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.