મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ ડી.વાય.એસ.પી. પી.એ. ઝાલાના માર્ગદર્શન હેઠળ તેમજ મોરબી સીટી એ-ડીવીજન પોલીસ મિલ્કત સંબંધી બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા પ્રયત્નશીલ હોય દરમિયાન તેઓ દ્વારા બાતમીનાં આધારે પંચાસર રોડ પરથી એક ઈસમને ચોરીના મોટરસાયકલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડીવીજન પોલીસની ટીમ દ્વારા મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી. કેમેરા તેમજ હયુમન સોર્સીસથી બાતમીદારો આધારે બાતમીનાં આધારે ચોરીમા ગયેલ મોટર સાયકલ સાથે મહમદઅયાન અલ્તાફભાઈ ઈમાની (રહે.વાવડી રોડ બાવનશા પીરની દરગાહ પાસે ગણેશનગર ની બાજુમા મોરબી મુળ રહે.માળીયા (મી)આરબ શેરી) નામના શખ્સને મોરબીના પંચાસર રોડ ઉપરથી પકડી પાડવામાં આવ્યો હતો. જ્યાં આરોપી પાસે મોટરસાયકલના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા તે મોટરસાયકલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ હોવાનુ જણાતા આરોપીને અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.